કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ફરી એક વખત આ તારીખે તેમના પરિવાર સાથે આવશે ગુજરાત, જાણો વિગતે.

Published on: 11:50 am, Wed, 30 June 21

કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ બે વખત ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં આ વખતે અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજાશે કે નહીં તેને લઈને હાલમાં સરકાર વચ્ચે વિચારણા ચાલી રહી છે.

ત્યારે આજે અમદાવાદમાં રથયાત્રા યોજાશે કે નહીં તેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં એક બેઠક યોજાશે. એવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે ગુજરાત આવશે તેવી માહિતીઓ મળી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ 12 જુલાઈના રોજ ફરી એક વખત ગુજરાતમાં આવશે અને સહ પરિવાર સાથે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે.

ઉપરાંત ગૃહમંત્રી અમીત શાહ દર વર્ષે રથયાત્રામાં સહ પરિવાર સાથે ગુજરાત આવે છે અને મંગળા આરતીમાં હાજર રહે છે. આ વખતે પણ તેઓ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે સહ પરિવાર સાથે ગુજરાત આવશે.

થોડાક દિવસો પહેલા જ ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા હતા ને ત્યારે તેઓએ ગુજરાતના ત્રણ ઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું.

ત્યારબાદ ફરીવાર 12 જુલાઈ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. હજુ અમદાવાદમાં રથયાત્રા નિકળશે કે નહીં તે વિશે કોઈ પણ વિચારણા કરવામાં આવી નથી તે માટે આજે એક મહત્વની બેઠક યોજાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!