કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે અમદાવાદ ને આપી આ મોટી ભેટ, જાણો વિગતે.

Published on: 4:18 pm, Thu, 21 January 21

તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં શીલજ ખાતેના રીંગ રોડ નું લોકાપર્ણ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે.

પ્રધાનમંત્રી મોદીએ બે વર્ષમાં વીજળી પહોંચાડી છે અને દરેક પરિવારને બેન્ક એકાઉન્ટ આવ્યું છે.2022 સુધીમાં હાઉસિંગ પ્રોજેક્ટ આધારે બધાને ઘર આપવામાં આવશે અને અત્યાર સુધીમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત 60 લાખ પરિવારને સેવા આપવામાં આવી છે.

આ ઉપરાંત દરેક ઘરને સૌચાલય આપવાનું કામ અમારી સરકારે કરેલ છે.13 કરોડ બહેનોને ઉજ્વલા યોજના હેઠળ લાભ મળ્યો છે અને દરેક ઘરને શુદ્ધ પાણી મળે તેવી અમારી સરકારે નીમ લીધેલ છે. હાલમાં દેશમાં એક લાખ રેલવે ક્રોસિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેઓએ કહ્યું કે પણ એરીયો એવો નથી કે જ્યાં વિકાસ પહોંચેલ નથી.અમે કનેક્ટિવિટી વધારવાનું કામ કર્યું છે અને અમદાવાદ-મુંબઈ ને જોડતી હાઇ રેલ કામ કોર્પોરેશનની શરૂ કર્યું છે. કોરોના કાળમાં દુનિયા સાથે ભારતના અર્થતંત્રને પણ અસર થઈ હતી.ત્યારબાદ ફરીથી અર્થતંત્ર બેઠું થયું છે અને હાલમાં દેશમાં રસીકરણ ની પ્રક્રિયા ચાલુ છે.

અમારી ભાજપ સરકારે માનવ રહિત ફાટકો સમાપ્ત કરવાનું કામ કર્યું છે અને દેશમાં 2022 સુધી એક પણ માનવ રહિત ફાટકો રહેશે નહીં.2014 થી 2020 સુધી ત્રણ ઘણા વધારા સાથે કામ કર્યું છે. જેનો સૌથી વધારે ફાયદો ગુજરાતે ઉઠાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!