સુરતના અમરોલી વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિઓએ રિક્ષામાં આવીને 3 બાઈકને સળગાવી નાખી – જુઓ વિડિયો

63

સુરતની અમરોલી વિસ્તારની એક ચોંકાવનારી ઘટના નો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સુરતના અમરેલી વિસ્તારમાં આવેલા પ્રગતિનગર માં મધ્ય રાત્રે અજાણ્યા વ્યક્તિઓ એ ત્રણ બાઈકને આગ લગાવી દીધી હતી.

મળતી માહિતી અનુસાર અજાણ્યા વ્યક્તિઓ રીક્ષા માં આવ્યા હતા અને 20 મિનિટમાં ત્રણ બાઈકને આગ લગાવી દીધી હતી. આ સમગ્ર ઘટના નો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને પોલીસ દ્વારા આ ઘટનાને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર લગભગ રાત્રીના 12 થી 1 વાગ્યાની વચ્ચે આ સમગ્ર ઘટના બની હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક રીક્ષા આવે છે.

અને તે રિક્ષામાંથી અંદાજે 3 થી 4 વ્યક્તિઓ નીચે ઉતરે છે અને એક પછી એક એમ કરીને ત્રણ બાઈકને આગ લગાવી દે છે. અજાણ્યા વ્યક્તિઓ એ આવું શા માટે કર્યું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી.

મળતી માહિતી મુજબ ઘટનાની જાણ થતા કોસાડ ફાયર સ્ટેશનની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી મુજબ યોગેશ ભાઈ નરેશભાઈ ભાગવાનો (GJ 05 SW 314), આલોક શાહુ (GJ 05 LB 6457), જયંતિ કાનજી પરમાર (GJ 14 AJ 9171) નંબરની બાઈક સળગી ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!