ભયંકર અકસ્માત : એક બેકાબૂ ટ્રક ચાલકે કાર અને બે બાઈકને જબરદસ્ત ટક્કર લગાવતા સર્જાયો ગંભીર અકસ્માત, 5 લોકોના મૃત્યુ…

Published on: 2:19 pm, Mon, 24 January 22

મહારાષ્ટ્રના પુણે-અમદનગર રોડ પર રવિવારે સાંજે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક ટ્રક ચાલકે એક કાર અને બે બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. તેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત રવિવારના રોજ લગભગ સાત વાગ્યાની આસપાસ બન્યું હતું. અકસ્માતમાં કારમાં સવાર બે લોકો અને બે બાઇક પર સવાર ત્રણ લોકોના મૃત્યુ થયા છે.

આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે એક અન્ય વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું. અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગઈ છે.

ત્યારે આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસ અનુસાર જાણવા મળ્યું કે, ખોટી દિશામાં જઈ રહેલા ટ્રકે સૌપ્રથમ એક બાઇકને ટક્કર લગાવી હતી અને ત્યારબાદ બેકાબૂ ટ્રકે કાર અને બીજી બાઇકને ટક્કર લગાવી હતી.

અકસ્માત બન્યો ત્યારે કારમાં 6 લોકો મુસાફરી કરી રહ્યા હતા તેમાંથી બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર કારમાં સવાર બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના કારણે પુણે અને શિકારપુરા હાઈવે પર લગભગ ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ રહ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભયંકર અકસ્માત : એક બેકાબૂ ટ્રક ચાલકે કાર અને બે બાઈકને જબરદસ્ત ટક્કર લગાવતા સર્જાયો ગંભીર અકસ્માત, 5 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*