રાજકોટ શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. રાજકોટમાં લોખંડી પાઇપ ભરીને જતો ટ્રક અચાનક પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટના સ્થળે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
અકસ્માતની ઘટનાના પગલે લોખંડની પાઇપ રસ્તા પર ફેલાઈ ગઈ હતી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના બનતા જ ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો તેના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની છે.
અકસ્માતના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, રાજકોટ શહેરના રોડ પર MTV હોટેલ નજીક પસાર થતો અચાનક ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ જાય છે. જેના કારણે ટ્રકમાં ભરેલી લોખંડની પાઇપ રોડ ઉપર ફેલાઈ ગઈ હતી.
અકસ્માતના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પુરપાડ ઝડપે જઈ રહેલો ટ્રક અચાનક જ ડિવાઇડર સાથે અથડાય છે. ટ્રક ડિવાઇડર પર લાગેલા વીજળીના થાંભલા સાથે અથડાઈને રસ્તા પર પલટી ખાઈ જાય છે. જેના કારણે ચારે બાજુ ધુમાડાના ગોટીને ગોટા છવાઈ ગયા હતા.
ટ્રકમાં ભરેલી લોખંડની પાઇપો રસ્તા ઉપર ફેલાઈ ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. રસ્તા ઉપર લોખંડની પાઈપ ફેલાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
રાજકોટમાં બેકાબુ બનેલો ટ્રક ડિવાઇડર સાથે અથડાયો, ત્યારબાદ બન્યું એવું કે…જુઓ અકસ્માતના લાઈવ દ્રશ્યો pic.twitter.com/l0SveZgpia
— GUJJU ROCKZ (@gujju_rockz) September 22, 2022
હાલમાં બનેલી આ ગંભીર અકસ્માતની ઘટનાના સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતમાં ટ્રકના ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચી હતી. તેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ મોટી જાનહાની થઈ નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment