મિત્રો હાલમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ હચમચી જશો. આ ઘટનામાં એક જંગલમાંથી એક યુવક અને એક યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું. બંનેનું મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યું હતું કે પોલીસ પણ ગોથા ખાઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર યુવક અને યુવતીના શરીર ઉપર એક પણ કપડું ન હતું અને યુવકનો પ્રાઇવેટ પાર્ટ તેના શરીરથી અલગ હતો. યુવતીના શરીર ઉપર અનેક ઇજાના નિશાનો પણ જોવા મળ્યા હતા. એવું જાણવા મળી રહ્યું છે કે બંનેના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. આ કાળજુ કંપાવી દેનારી ઘટના ઉદયપુરમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, મૃત્યુ પામેલા યુવકનું નામ રાહુલ મીણા હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. મૃત્યુ પામેલી યુવતીનું નામ સોનું હતું અને તેની ઉંમર 31 વર્ષની હતી.
રાહુલના લગ્ન 2017 માં થયા હતા અને તે એક સરકારી શાળામાં શિક્ષક હતો. તેના પિતા પોલીસ હેડ કોન્સ્ટેબલ છે. રાહુલ 15 નવેમ્બરના રોજ અજાનક જ ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસના કહેવા અનુસાર યુવક અને યુવતીનું મૃતદેહ બે દિવસ જૂનું લાગે છે.
બંનેના શરીર ઉપર કેમિકલ નાખીને મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોકોએ બપોરે 12 વાગ્યાની આસપાસ ઉભેશ્વરજી રોડથી 300 મીટર દૂર જંગલમાં બંનેના મૃતદેહ જોયા હતા. બંનેના મૃતદેહ પાસે તેના ચંપલ અને કપડાં મળી આવ્યા હતા. રાહુલનો મોબાઇલ પણ ત્યાં જ મળી આવ્યો હતો.
હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. બંને સાથે જંગલમાં શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રારંભિક તપાસમાં મામલો પ્રેમ પ્રકારનો હોય તેવું લાગી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment