જામનગરમાં ભત્રીજાની પ્રેમ પ્રકરણની માથાકૂટ કાકાનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના

Published on: 10:55 am, Thu, 28 April 22

જામનગરમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જામનગરના કોંઝા ગામના એક યુવકના પ્રેમ સંબંધના કારણે થયેલી માથાકૂટમાં કાકાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. કોંઝા ગામનો એક યુવક બાજુના નાધુ ગામની એક યુવતીને પ્રેમ કરતો હતો. બંનેના પ્રેમ પ્રકરણને લઇને યુવતીના પરિવારજનો અને કેટલાક લોકોએ મળીને યુવક પર પ્રહાર કર્યા હતા.

આ દરમિયાન યુવકને બચાવવા માટે તેના કાકા વચ્ચે પડ્યા હતા. ત્યારે માથાકૂટને લઈને યુવતીના પરિવારના દસ સભ્યોએ મળીને કાકાનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર જયારે યુવતીના પરિવારજનો યુવક પર પ્રહાર કરવા આવ્યા.

ત્યારે પોતાને બચાવવા માટે યુવકે પોતાના કાકાને ફોન કર્યો હતો. ત્યારે યુવકના કાકા ત્યાં દોડી આવ્યા હતા. આ દરમિયાન યુવતીના પરિવારજનોએ મળીને યુવકના કાકાનો જીવ લઇ લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

આ સમગ્ર ઘટનાને લઇને યુવકની ફરિયાદના આધારે પોલીસે યુવતીના દાદા સહિત 10 લોકો સામે જીવ લેવાનો ગુનો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર જામનગર તાલુકાના કોંઝા ગામના 22 વર્ષીય દશરથસિંહ નવલસિંહ નામનો યુવક નાધુના ગામના પિનલ નામની યુવતીને પ્રેમ કરતો હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવા માગતા હતા.

પરંતુ પીનલના પપ્પાને આ સંબંધે પસંદ ન હતો. પીનલના પપ્પાએ દશરથસિંહને પીનલથી દૂર રહેવાનું કહ્યું હતું. પ્રેમ છતાં પણ દશરથસિંહ અને પિનલે પ્રેમસંબંધ જાળવી રાખ્યો હતો. જેના પગલે પીનલના પપ્પા ઉશ્કેરાઈ ગયા હતા. અને સોમવારના રોજ 10 થી 11 લોકોએ મળીને દશરથસિંહ પર પ્રહાર કર્યા હતા.

આ દરમ્યાન પોતાનો બચાવ કરવા માટે પોતાના કાકા શિવુભાને ફોન કર્યો હતો. ત્યારે પીનલના પરિવારજનોએ મળીને દશરથસિંહના કાકાનો જીવ લઇ લીધો હતો. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જામનગરમાં ભત્રીજાની પ્રેમ પ્રકરણની માથાકૂટ કાકાનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*