હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 5 દિવસ પહેલા 6 વર્ષના માસુમ બાળકોનું મૃતદેહ મંગળવારના રોજ પોલીસને એક ખાડામાંથી મળી આવ્યું છે. સમગ્ર ઘટના બની આબાદ એક મોટો ખુલાસો થયો છે. બાળકનો જીવ તેના કાકા, પિતરાઈ ભાઈ અને તેના મિત્ર એ લીધો છે. મળતી માહિતી અનુસાર પૈસાની લાલચમાં આવીને આરોપીઓએ માસુમ બાળકનો જીવ લઈ લીધો છે.
આ ઘટના બધા જ મૃતક બાળકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના ઉત્તર પ્રદેશના બાગપતમાં બની હતી. હાલમાં તો પોલીસે ઘટનાના ત્રણેય આરોપીઓની ધડ પકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. વિગતવાર વાત કરીએ તો 15 ડિસેમ્બરના રોજ સાંજે ફખરપુર નામના ગામમાંથી 6 વર્ષના શૌર્ય નામના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું.
પછી પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે શૌર્યની શોધખોળ શરૂ કરી હતી.ડ્રોન અને ડોગ સ્કવોડની મદદથી જંગલમાં પણ બાળકની શોધખોળ ચાલી રહી હતી. પરંતુ બાળકનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. પછી પોલીસે શંકા ના આધારે શૌર્યના કાકા, પિતરાઈ ભાઈ અને નીરજ નામના એક વ્યક્તિની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી હતી.
ત્યારે જાણવા મળ્યું કે બાળકના કાકા વિનિતે પિતરાઈ ભાઈ અક્ષિત સાથે મળીને શૌર્યનું અપહરણ કર્યું હતું અને પછી તેનો જીવ લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 15 ડિસેમ્બરના રોજ સાંજના સમયે શૌર્ય ટ્યુશનમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને તેના કાકા વિનીત મળે છે, વિનીત શૌર્યને પોતાની સાથે આવવાનું કહે છે. વિનીતે શૌર્યને કહ્યું હતું કે, ચાલો આજે હું તને બાઈક ઉપર લાંબી રેડ પર લઈ જાવ. ત્યારબાદ લાંબા સમય સુધી શૌર્યને બાઈક ઉપર ફેરવ્યો હતો.
થોડીક વાર પછી પિતરાઈ ભાઈ અક્ષિત અને મિત્ર ધીરજ ત્યાં આવે છે. ત્રણેય મળીને શૌર્યનો જીવ લઈ લે છે અને શેરડીના ખેતરમાં એક ખાડો ગાળીને તેના મૃતદેહને તેમાં દાટી દે છે. મળતી માહિતી અનુસાર શૌર્યના દાદા એક વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા. તેમને નિવૃત્તિ માટે 50 લાખ રૂપિયા મળ્યા હતા.
આ પૈસા માંથી તેમને થોડીક જમીન ખરીદી હતી અને પોતાના મોટા દીકરા સોહનબિર સાથે રહેતા હતા. સોહનબિર એટલે કે શૌર્યના પિતા. શૌર્યના કાકા તેમનાથી અલગ રહેતા હતા. શૌર્યના દાદાની નિવૃત્તિ પછી મળેલા પૈસા અને જમીનમાં કાકા હિસ્સો ઈચ્છતા હતા. જેના કારણે તેને કાકાએ પિતરાઈ ભાઈ અક્ષિત અને મિત્ર સાથે મળીને શૌર્યનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
શૌર્યનું અપહરણ કર્યા બાદ આરોપીઓને તેને છુપાવવા માટે જગ્યા ન મળી તેથી તેનો જીવ લઈ લીધો અને તેના મૃતદેહને જમીનમાં દાટી દીધું. આરોપી પકડાયા બાદ પોલીસે જ્યારે તેમની પૂછપરછ કરી ત્યારે આરોપીઓએ જણાવ્યું કે તેઓ ખંડણી માગવા માટે પ્લાન બનાવી રહ્યા હતા. છ મહિના પહેલા જ તેમને આ બધો પ્લાન ઘડીયો હતો. હાલમાં પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment