ભત્રીજીના લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરી રહેલા કાકાનું હાર્ટ એટેક આવતા મોત…જુઓ મોતનો લાઈવ વિડિયો…

Published on: 11:04 am, Fri, 12 May 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના(Heart attack) કિસ્સાઓ સતત વધી રહ્યા છે. વોકિંગ કરતી વખતે, ક્રિકેટ રમતી વખતે અથવા તો ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક(Heart attack while dancing) આવવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. આ પહેલા પણ તમે આવી ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. ત્યારે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની વધુ એક ઘટના સામે આવી રહી છે.

Manager dies after being attacked while dancing at a wedding in Dongargarh

આ ઘટનામાં ભત્રીજીના લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરતા કાકાને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને આ કારણોસર તેમનું મૃત્યુ થયું હતું. ભત્રીજીના લગ્નના દિવસે જ કાકાનું મોત થતા ખુશીઓમાં માતમ ફેરવાઈ ગયો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Manager dies after being attacked while dancing at a wedding in Dongargarh

આ ઘટના ડોંગરગઢ માંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરી હતો ભિલાઈ સ્ટીલ પ્લાન્ટના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અને દલ્લીરઝાર ખાતે રહેતા દિલીપભાઈ નામના વ્યક્તિ પોતાના ભત્રીજીના લગ્ન હોવાથી ડોંગરગઢ ગયા હતા. આ દરમિયાન હલ્દીની રસમ હોવાના કારણે પરિવારમાં ચારેય બાજુ ખુશીનો માહોલ હતો.

Manager dies after being attacked while dancing at a wedding in Dongargarh

ત્યારે કન્યાના કાકા દિલીપભાઈ પંજાબી ગીત ઉપર સ્ટેજ ઉપર એક અલગ અંદાજમાં ડાન્સ કરી રહ્યા હતા. ડાન્સ કરતી વખતે અચાનક જ દિલીપભાઈને ચક્કર આવ્યા હતા. આ કારણોસર તેઓ સ્ટેજ પર જ બેસી ગયા હતા. થોડીક વાર બાદ તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા.

જેના કારણે ત્યાં હાજર લોકોએ દિલીપભાઈને જગાડવાના ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ દિલીપભાઈ ભાનમાં આવ્યા નહીં. ત્યારબાદ પરિવારના સભ્યો તાત્કાલિક દિલીપભાઈ ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં જાણવા મળ્યું કે દિલીપભાઈનું તો મૃત્યુ થઈ ગયું છે.

ફરજ પરના ડોક્ટરે જણાવ્યું કે હાર્ટ એટેક આવવાના કારણે દિલીપભાઈનું મોત થયું છે. ભત્રીજીના લગ્નમાં જ કાકાનું મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો