હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કાર અને બાઈક વચ્ચે જોરદાર નક્કર થતાં ભયંકર અકસ્માતો સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઇક સવાર યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત બાઈક પર સવાર અન્ય બે યુવકો ઇજાગ્રસ્ત થયા છે.
તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્ડ ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતની ઘટના હરિયાણાના હિસારમાં આઝાદ નગર કેનાલ પાસે બાયપાસ રોડ ઉપર બની હતી. આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા સત્યવાન નામના વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, તેના ભત્રીજાઓ ગૌરવ અને રોહિત સાથે તેઓ લગભગ 10:00 વાગ્યાની આસપાસ સેક્ટર 33થી પટેલે નગર બાયપાસ તરફ બાઈક લઈને જઈ રહ્યા હતા.
અમે જ્યારે આઝાદ નગરના ગેટ પાસે પહોંચ્યા ત્યારે એક ઝડપી કાર્ય અમારી બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અમે ત્રણેય રોડ ઉપર પડ્યા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ સત્યવાન અને તેમના ભત્રીજા રોહિતને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
જ્યારે 18 વર્ષના ગૌરવને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે ગૌરવને મૃત જાહેર કર્યો હતો. ગૌરવ ના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
.નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment