સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા બે યુવકોને જાહેરમાં ધોકાવામાં આવ્યા – જુઓ વિડિયો

101

સુરત શહેરમાં અસામાજીક તત્વોની દાદાગીરીથી દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં દારૂ પીને બે યુવકો જાહેરમાં ધોકાવામાં આવ્યા છે.

બંને યુવકોને જાહેરમાં અસામાજિક તત્વો દ્વારા ધોકાવામાં આવ્યા છે. છતાં પણ આસપાસના લોકો આ સમગ્ર ઘટના જોઇ રહ્યા છે. કોઈ પણ આ બંનેને યુવકોની બચાવવાનો પ્રયત્ન કરતું નથી.

આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતમાં ઉધના અને લિંબાયત વિસ્તારમાં દિવસેને દિવસે આવા અસામાજીક તત્વોનો દાદાગીરી વધી રહ્યો છે.

મળતી માહિતી મુજબ બંને યુવકો દારૂના નશામાં ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વો દ્વારા બંને યુવકોને લાકડી વડે ધોકાવામાં આવ્યા હતા. બંને યુવકોને એટલા ધોકાવામાં આવ્યા હતા કે બંને યુવકો ઇજાગ્રસ્ત થયા હતા.

અને રોડ પર ઢાળી ને નીચે પડી ગયા હતા. સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો.

લિંબાયત વિસ્તારમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોની આવી દાદાગીરી ના વિડીયો સામે આવી રહ્યા છે. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!