સાવ નાની એવી વાતમાં બે યુવકોએ ત્રણ બાળકોના પિતાનો જીવ લઈ લીધો… પથ્થર લઈને માથું ચુંદી નાખ્યું…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. ઘણી વખત તમે એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં સાવ નાની એવી વાતમાં લોકો એકબીજાના જીવના દુશ્મન બધી જતા હોય છે. ત્યારે બે ત્રણ દિવસ પહેલા બનેલી તેવી જ એક ઘટનાની આજે આપણે વાત કરવાના છીએ.

આ ઘટનામાં સાવ નાની એવી વાતમાં એક 35 વર્ષના યુવકને એવું દર્દનાક મોત આપવામાં આવ્યું છે કે સાંભળીને રુવાડા ઊભા થઈ જશે. વિગતવાર વાત કરીએ તો ગત મંગળવારના રોજ એક યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના સંબંધીઓએ લડાઈ દરમિયાન યુવકનો જીવ લેવાનો આરોપ લગાવ્યો છે. મૃત્યુ પામેલા યુવકનું નામ મલખાન હતું અને તે ટેક્સી ચલાવતો હતો. સમગ્ર ઘટનાને લઈને મલખાનના ભાઈએ આરોપ લગાવ્યો છે કે, પીપ્રોડામાં રહેતા બે લોકો સાથે મલખાનનો વિવાદ ચાલી રહ્યો હતો.

બંને આરોપીઓએ મલખાન સાથે બોલાચાલી કરી હતી. જાણવા મળી રહ્યું છે કે, સાવ નાની એવી વાતમાં આ બોલાચાલી થઈ હતી. જોતો જોતામાં બોલા ચાલી એટલી વધી ગઈ કે આરોપીઓએ મલખાનના માથા ઉપર પથ્થર વડે પ્રહાર કર્યા હતા.

ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં મલખાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મલખાનનું મોત થયું હતું. મલખાનનું મોત થતા જ બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*