હાલમાં જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અલવર માંથી એક વેપારીના દીકરાને ઉપાડી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનો જીવ લઈ લેવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને આરોપીની શોધખોળ શરૂ કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આ ઘટનાના મુખ્ય બે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.
મળતી માહિતી અનુસાર 26 વર્ષીય હર્ષ કુમાર મિશ્રા અને અશોક કુમાર મિશ્રાએ 6 તારીખના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ 15 વર્ષીય કેશવ નામના બાળકને ઉપાડી લીધો હતો. મળતી માહિતી અનુસાર આરોપીઓએ કેશવને ઘર સુધી બાઈક પર લઈ જાવ તેમ કહીને જંગલ તરફ લઈ ગયા હતા.
ત્યારબાદ બાળક ગભરાવા લાગ્યો અને બૂમાબૂમ કરવા લાગ્યો. ત્યારે આરોપીઓને લાગ્યું કે આપણો ભાંડો ફુટી જશે. આ કારણોસર સૌપ્રથમ આરોપીઓએ બાળકનું ગળું દબાવી દીધું જેનાથી બાળક બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ બંને આરોપીએ મળીને કેશવ ના માથા પર 20-20 કિલોના બે પથ્થર નાખ્યા.
આ કારણોસર કેશવનું મૃત્યુ થયું હતું. કેશવનો જીવ લઈ લીધા બાદ આરોપીઓએ એ સૌના મિત્રને મેસેજ કરીને કહ્યું કે, કેશવ અમારી પાસે છે. તેના પિતાને કહો કે છ લાખ રૂપિયા લઈને આવે નહિતર કેશવ નહીં રહે. પરંતુ કેશવના મિત્રે આ મેસેજ વાંચ્યો નહીં. ત્યાર બાદ આરોપીઓએ કેશવ ના મિત્રને ફોન કર્યો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.
સીસીટીવી ફુટેજમાં એક બાઈક પર ત્રણ લોકો જોવા મળ્યા હતા તેમાંથી એક કેસ હતો. ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ કડક પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આરોપીઓને પૈસાની જરૂર હતી તેથી આ પગલું ભર્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment