બે યુવકોને સેલ્ફી લેવી પડી મોંઘી, સેલ્ફી લેતી વખતે પગ લપસતા બે યુવકોના થયા મૃત્યુ…

54

આજકાલ અકસ્માતના અવારનવાર બનાવ સામે આવી રહ્યા છે. જ્યારે મધ્ય પ્રદેશની એક ચોંકાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના બે યુવકોને સેલ્ફી લેવી મોંઘી પડી હતી. મધ્યપ્રદેશના બે યુવકોએ સેલ્ફી લેવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના જબલપુરની છે. જબલપુરના વિશ્વ વિખ્યાત ભેડાઘાટ ધુંઆધારમાં સેલ્ફી લેવા ગયેલા બે યુવકોના પગ લપસવાના કારણે બન્ને યુવકોના મૃત્યુ થયા હતા.

મળતી માહિતી અનુસાર જ્યારે બંને મિત્રો સેલ્ફી લઇ રહ્યા હતા ત્યારે પથ્થર પર થી સરકી જવાના કારણે બંને યુવકો નર્મદા નદીમાં પડી ગયા હતા.

જ્યાં સુધી હાજર લોકો બંને યુવકોની મદદ કરવા આવે તે પહેલાં તો બંને યુવકો નર્મદા નદીના ભારે પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચી આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સાંજના પાંચ થી છ વાગ્યાની વચ્ચે રક્ષા નગર રંજીમાં રહેતો શુભમ ટાગોર તેના ભાઈ શિવાંશ ટાગોર, કાકી ના પુત્ર લક્ષ્ય અને સાથે મોહલ્લામાં સાહિલ ચૌધરી ભેડાઘાટ જોવા ગયા હતા.

ત્યારે નર્મદા નદી પાસે શિવાની અને લક્ષ્ય બંને મોબાઈલ પર સેલ્ફી લઇ રહ્યા હતા. ત્યારે સેલ્ફી લેતી વખતે તેઓ નો પગ સરકયો હતો અને બંને યુવકો નદીમાં ખાબકી જતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!