કૂતરો સામે આવી જતા સ્કુટી સવાર બે મહિલા પ્રોફેસરને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… એક મહિલા પ્રોફેસરનું 7 દિવસની સારવાર બાદ કરુણ મોત…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજથી થોડાક દિવસ પહેલા બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાઓ વિશે આપણે વાત કરવાના છીએ. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં યુનિવર્સિટીની પ્રોફેસર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ પ્રોફેસરને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં સાત દિવસની સારવાર બાદ પ્રોફેસરે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ઘટના ઇન્દોરના તેજાજી નગર વિસ્તારમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર મહિલા પ્રોફેસર સ્કુટી લઈને જતી હતી, આ દરમિયાન અચાનક જ રસ્તામાં કૂતરું આવ્યું હતું. જેના કારણે સ્કુટી સ્લીપ ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બની ત્યારે મહિલા પ્રોફેસર સાથે અન્ય એક મહિલા પ્રોફેસર પણ હાજર હતી.

અન્ય મહિલા પ્રોફેસર અકસ્માતની ઘટના બની ત્યારે સ્કુટી ચલાવી રહી હતી. અકસ્માતની ઘટનામાં બંને મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં એક મહિલા પ્રોફેસરની હાલત વધારે પડતી ગંભીર હોવાના કારણે તેમને વધુ સારવાર માટે એમવાય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

અહીં સાત દિવસની સારવાર બાદ મહિલા પ્રોફેસરે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય મહિલા પ્રોફેસરને સામાન્ય ઈજા પહોંચે છે. મૃત્યુ પામેલી મહિલા પ્રોફેસરનું નામ સુપ્રિયા હતું અને તેમની ઉંમર 31 વર્ષની હતી. મંગળવારના રોજ સારવાર દરમિયાન સુપ્રિયાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

कॉलेज फंक्शन में प्रोफेसर सुप्रिया त्रिपाठी

તે માહિતી અનુસાર 5 જુલાઈના રોજ મહિલા પ્રોફેસરને યુનિવર્સિટી નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે એમવાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સાત દિવસની સારવાર બાદ તેમનું મોત થયું હતું. મહિલા પ્રોફેસર નું મોત થતા જ તેમના પરિવારજનો અને વિદ્યાર્થીઓમાં માતમ છવાઈ ગયો હતો.

જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે પ્રિયંકા રાજપુત નામની મહિલા પ્રોફેસર સ્કુટી ચલાવી રહી હતી. ત્યારે રસ્તામાં અચાનક જ વચ્ચે કૂતરું આવ્યું હતું. જેના કારણે પ્રિયંકા રાજપૂતે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સ્કુટી સ્લીપ ખાઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*