સુરતના પાંડેસરા વિસ્તારમાં બાઈક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા, બે વેપારીઓનો જીવ લઈ લેવામાં આવ્યો…

સુરત શહેરમાં પાંડેસરામાં બે વેપારીઓ નો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પાંડેસરા તેરે નામ ચોકડી નજીક બે વેપારીઓ પર અજાણ્યા વ્યક્તિઓ એ પાંચ મિનિટ સુધી ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં ભોળા નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું અને પ્રવીણ નામના વ્યક્તિનું ઘટનાની 10 કલાક બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું.

મળતી માહિતી અનુસાર 32 વર્ષીય ભોળા ઉર્ફે શિવશંકર સુભાષચંદ્ર જેસવાલ અને 22 વર્ષીય પ્રવીણ બાબુલાલ સોલંકી બંને મિત્રો બંટી શુકલા નામના વ્યક્તિ સાથે ઉભા હતા. ત્યારે અચાનક જ બાઈક પર બે અજાણ્યા યુવકો આવ્યા અને પ્રવીણ પર ધારદાર વસ્તુ વડે તૂટી પડયા હતા.

ત્યારે પોતાના મિત્ર પ્રવીણ ને બચાવવા માટે ભોળાભાઈ ત્યાં જાય છે ત્યારે અજાણ્યા વ્યક્તિઓ તેને પણ જમીન પર પાડી દે છે અને તેની છાતી પર બેસીને તેં પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરે છે. આ ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ ખાનગી હોસ્પિટલમાં ભોળાભાઇને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે પ્રવીણભાઈ ની સારવાર ચાલુ હતી પરંતુ આ જ સવારે પાંચ વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું. પ્રવીણભાઈ રાજસ્થાનના રહેવાસી હતા અને ભોળાભાઈ ઉત્તરપ્રદેશના રહેવાસી હતા.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ભોળાભાઈ સાબુ ના હોલસેલ વેપારી હતા અને તેઓ સીઝનલ વેપાર સાથે સંકળાયેલા હતા. તે પોતાની પત્ની એક ભાઈ બહેન અને માતા-પિતા સાથે રહેતા હતા. જ્યારે રાજસ્થાનના રહેવાસી પ્રવીણભાઈ કરિયાણાની દુકાન અને ગેસના બાટલાની એજન્સી ચલાવી રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર બંને એનો જીવ લેવા માટે અજાણ્યા વ્યક્તિઓ પહેલેથી જ પ્લાન કરીને આવ્યા હતા. આ ઘટના બનતા જ પોલીસ દોડતી થઇ ગઇ હતી સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*