રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. જ્યારે રાજકોટ શહેરમાં ફરી એક વખત સિટી બસના કારણે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. સીટી બસ એ એક બાઇકને પાછળથી ટક્કર લગાવી હતી તેમાં રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા એચ.એ.અધામ ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ત્યારબાદ તેમને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. PSI ના મૃત્યુના કારણે બે પુત્ર પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના રાજકોટના 150 ફૂટરિંગ રોડ પર શીતલ પાર્ક ચોક થી ડાબી તરફ ટોઇંગ સ્ટેશન નજીક બની હતી. મળતી માહિતી અનુસાર અહીં સિટી પાસે બાઇક પર જઇ રહેલા PSI એચ.એ.અધામને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી.
બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી : રાજકોટમાં સીટી બસે પાછળથી બાઈકને લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક સવાર PSIનું મૃત્યુ… pic.twitter.com/kWAzI8hJty
— GUJJU ROCKZ (@gujju_rockz) December 9, 2021
આ અકસ્માતમાં PSI એચ.એ.અધામના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ PSI એચ.એ.અધામને 108ના મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
આ ઘટના બનતા જ PSI એચ.એ.અધામના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. PSI નું મૃત્યુ થતાં બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment