હવે ચોમાસાની ધીમે ધીમે શરૂઆત થવા લાગી છે. ચોમાસાની શરૂઆત થયા બાદ સોશિયલ મીડિયામાં ચોમાસાને લગતા અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. તમે સોશિયલ મીડિયામાં ચોમાસાની શરૂઆત થયા બાદ ધોધમાર વરસાદ અને વાવાઝોડાના કહેરના અનેક વિડીયો જોયા હશે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વાવાઝોડાનો વિડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે અને ઘણા લોકો ચોંકી ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વાવાઝોડામાં બે લોકો જોરદાર પવનમાં કેવી રીતે ફસાયા છે.
બંનેને બહાર નીકળવું ખૂબ જ ભારે પડી ગયું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જોરદાર પવનના કારણે વૃક્ષો પણ આમતેમ હલી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકો છો કે એક મહિલા વાવાઝોડામાં ફસાઈ ગઈ છે અને વાવાઝોડાથી બચવા માટે મહિલા ઓટલાની આગળ સૂઈ ગઈ છે.
જેના કારણે તે વાવાઝોડાના પવન સાથે આગળ ન ચાલી જાય. મહિલાના હાથમાં એક છત્રી હતી તે પણ જોરદાર પવનમાં ઉડી ગઈ હતી. ત્યારે એક વ્યક્તિ તે મહિલાને બચવા માટે ત્યાં આવે છે. પરંતુ વાવાઝોડું એટલું જોરદાર હતું કે, ભારે પવનમાં તે વ્યક્તિ પોતાનું બેલેન્સ ગુમાવે છે અને તે લપસીને નીચે પડી જાય છે.
આ વીડિયો જોઈને લોકો ખડખડાટ હસી પડ્યા છે અને ઘણા લોકો ચોંકી ગયા છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર naturelife_ok નામના પેજમાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 21 લાખથી પણ વધારે લોકોએ જોયો છે.
View this post on Instagram
વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં પોતપોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment