દેશમાં રોજબરોજ ઘણા બધા જીવન ટૂંકાવવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો પ્રેમ સબંધ, કોઇના દબાણથી, કોઈનાથી કંટાળી અથવા તો આર્થિક રીતે કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી બાળકોને જીવન ટૂંકાવવાની ઘટનાઓ પણ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જીવવાની ઘટના સામે આવી છે. આપણા દેશમાં દહેજ પ્રથા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
પરંતુ અમુક એવી જગ્યાઓ છે. ત્યાં હજુ પણ આ પ્રથા અપનાવવામાં આવે છે. દહેજ પ્રથાના લીધે એક નવવિવાહિત યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં નવવિવાહિત યુવતીને દહેજ માટે તેના સાસરિયા પક્ષના લોકો ખૂબ જ પરેશાન કરતા હતા. સાસરિયા પગથી કંટાળીને યુવતીએ છેવટે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
આ શરમજનક ઘટના ગ્વાલિયરના માંધોગંજની છે. મળતી માહિતી અનુસાર અહીં સોહન ડેરી નજીક પોતાનો કારોબાર સંભાળતા પવન નામના યુવક સાથે જ્યોતિ નામની યુવતીના બે મહિના પહેલા લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરીયા પક્ષ દ્વારા દહેજને લઈને જ્યોતિને ખૂબ જ પરેશાન કરવામાં આવતી હતી.
આટલું જ નહીં પરંતુ ઘણી વખત તો જ્યોતિ પર પ્રહાર પણ કરવામાં આવતા હતા. મળતી માહિતી અનુસાર પોતાનું લગ્નજીવન તૂટી ન જાય તે કારણોસર જ્યોતિ બધું સહન કરી લેતી હતી અને પોતાના માતા-પિતાને આ વાતની જરા પણ જાણ પણ ન થવા દીધી હતી.
થોડા દિવસ પહેલા જ્યોતિ એ પોતાની માતાને આગરા ફોન કર્યો હતો. જ્યોતિએ પોતાની માતાને જણાવ્યું હતું કે, માં અહીં મને ખૂબ જ પરેશાન કરે છે. જેથી તમે મને ઘરે પરત લઇ જાવ. ત્યાર પછી બે દિવસ બાદ જ્યોતિ એ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ સમગ્ર ઘટનાની જાણ જ્યોતિના પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
જ્યોતિના પરિવારજનોનું કહેવું છે કે સાસરીયા પક્ષ દ્વારા સૌપ્રથમ જ્યોતિનો જીવ લઈ લેવામાં આવી અને ત્યાર બાદ તેના મૃતદેહને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યું. આ પરિવારજનોના આક્ષેપ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment