તળાવ પાસે રમી રહેલા બે માસૂમ બાળકો ઊંડા પાણીમાં ડૂબી ગયા, બંનેના કરૂણ મૃત્યુ…આખું ગામ હિબકે ચડ્યું…

હાલમાં બનેલી એક કરૂણ ઘટના સામે આવી છે. રવિવારના રોજ સાંજના સમયે તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે બાળકોના કરૂણ મૃત્યુ થયા છે. આ ઘટના માંગરોળ તાલુકાના લીંબોદરા ગામમાં બની હતી. અહીં સાંજના સમયે ઘરના પાછળના ભાગે આવેલા તળાવ પર બે માસૂમ બાળકો પાણીની અંદર રમવા જતા હતા.

આ દરમિયાન આકસ્મિક રીતે તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ગામના લોકોએ બંને બાળકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ બંને માસુમ બાળકોના કરૂણ મૃત્યુ થયા હતા. આ ઘટના બનતા જ પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.

સુજલામ સુફલામ યોજનામાં ખોદાયેલા આ તળાવમાં બેદરકારી બદલે ગામના લોકોએ કામ કરનાર એજન્સી સામે રોષની લાગણી ઊભી કરી હતી. મળતી માહિતી અનુસાર મોટી નરોલી થી મામાના ઘરે આવેલી આઠ વર્ષની મોહીનૂર ઇમરાન મલેક મામાના દીકરા રેહાન પઠાણ સાથે ઘરથી માત્ર 15 ફૂટ દૂર આવેલા તળાવ બાજુ રમવા ગયા હતા.

આ દરમિયાન અચાનક બંને બાળકો તળાવના પાણીની અંદર ડુબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતા પરિવારના લોકો અને ગામના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. તળાવમાં વધારે પડતું પાણી ન હોવાના કારણે ગામના લોકોએ બંને બાળકોને શોધીને બહાર કાઢ્યા હતા.

પરંતુ ત્યાં સુધીમાં તો બંને બાળકોના કરૂણ મૃત્યુ થયા હતા. બંને બાળકોના મૃત્યુ થવાના કારણે પરિવાર અને ગામના લોકોમાં શોખ નું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર ઘટના બનતા જ ગામના લોકો ભારે રોષે ભરાયા હતા. ગામના લોકોએ તળાવ ખોડીયાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

આ તળાવ સુજલામ સુફલામ યોજના માટે શોધવામાં આવ્યું છે. તળાવ ખોદવાની તમામ કામગીરી એજન્સીને આપવામાં આવી છે. તળાવ ઉંડુ હોવા છતાં પણ એજન્સી દ્વારા આજુબાજુ કોઈ પણ સલામતીની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ગામના લોકોનું કહેવું છે કે બિન સલામત તળાવના કારણે બે બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*