હાલમાં તળાવમાં ડૂબવાથી બે બાળકોના મૃત્યુ થવાનો એક હતો મચાવી દે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટના પાણીપતની છે. પાણીપતની વાત કરી તો પાણીપતમાં છેલ્લા ચાર દિવસથી ખૂબ જ ધોધમાર વરસાદ પડી છે. ત્યારે તળાવ બનાવેલી ખાલી જગ્યામાં સ્થાન કરવા ગયેલા બે બાળકોના મૃત્યુ થયા છે.
આ બંને બાળકોને દુઃખ જોઈને બાળકોની સાથે આવેલા અન્ય બે મિત્રોએ પણ બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ દોરડાની મદદથી અડધી કલાકની મહેનત બાદ બંનેને તળાવના પાણી માંથી બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ બંનેના મૃત્યુ થઈ ગયા હતા.
પ્રાથમિક તપાસમાં બંને બાળકોના નામ સામે આવ્યા છે જેમાં એક બાળકનું નામ નીરજ જેમની ઉંમર 13 વર્ષ અને એક બાળકનું નામ નિતીન જેમની ઉંમર 11 વર્ષની છે. મળતી માહિતી અનુસાર સોની કોલોનીમાં લગભગ 1200 ચોરસ યાર્ડ નો ખાલી પ્લોટ પડ્યો છે.
પાણીપતના છેલ્લા ચાર દિવસના ભારે વરસાદના કારણે તે ખાલી જગ્યા માં ગંદુ પાણી ભરાઈ ગયું હતું. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના શુક્રવારના રોજ સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ બની હતી. પાંચ વાગ્યે નીરજ, નિતીન અને પડોશી અન્ય બે છોકરાઓ રમતા રમતા તળાવના કિનારે પહોંચી ગયા હતા.
પાણી જોઈને નીતિને અને નીરજ બંને પાણીમાં કૂદી પડ્યા હતા પરંતુ પાણી હોવાના કારણે બંને ડૂબવા લાગ્યા હતા આ જોઈને સાથે આવેલા બીજા બંને મિત્રો બુમાબુમ કરવા લાગ્યા હતા.
આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા. કોઈએ પાણીમાં ઉતરવાની હિંમત ના કરી અને છેવટે દોરડાની મદદથી અડધી કલાકની મહેનત બાદ બંને બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
નીરજ ના પિતા છ વર્ષ પહેલાં જ એક બીમારી માં મૃત્યુ પામ્યા હતા. નિતીન તેના પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઇઓમાં સૌથી મોટો હતો. નીરજ ના પિતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!