બાઈક લઈને રોડના કિનારે ઉભેલા બે મિત્રોને ઝડપી ડમ્પર ચાલકે કચડી નાખ્યા… એક મિત્રનું રિબાઈ રિબાઈને મોત…

દેશભરમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ઘણી અકસ્માતની ઘટનામાં એક જણાની ભૂલ અથવા તો બેદરકારીના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે પાવરપટ્ટીના ઝુરા ગામ નજીક લોરીયાની નિરોણા જતા રોડ પાસે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં રોડ પાસે પોતાનું વાહન લઈને ઉભેલા બે યુવાનોને સામેથી આવતા ડમ્પરે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે 21 વર્ષના યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. રાજકોટ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ યુવકનું મોત થઈ ગયું હતું.

ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ પ્રેમજી લાલજી મહેશ્વરી હતી.જ્યારે અન્ય એક યુવક ગંભીજાગ્રસ્ત થયો હતો. જેની સારવાર ભુજની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર 21 વર્ષનો પ્રેમજી અને 17 વર્ષનો ધીરજ ગઈકાલે પોતાની હોન્ડા બાઇક લઈને રોડની બાજુમાં ઉભેલા હતા.

ત્યારે સામેથી આવતા એક ઝડપી ડમ્પર ચાલકે બંનેને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને યુવાનો ગંભીર રીતે થયા હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સૌપ્રથમ બંને યુવાનોને ઇજાગ્રતા હાલતમાં ભુજની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે 21 વર્ષના પ્રેમજીની હાલત ખૂબ જ આજુબાજુ એટલે ડોક્ટરે તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાનું કહ્યું હતું. પછી પ્રેમજી ને રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ રાજકોટ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું.

પ્રેમજીના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટના ને લઇને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*