બાઈક પર જઈ રહેલા બે મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, બાઈક પરથી પડી જતા મિત્રની નજર સામે મિત્રનું મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

દેશમાં હવે અકસ્માતની ઘટના સામાન્ય બાબત બની ગઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે દેશમાં દરરોજ સેકડો અકસ્માત થઈ રહ્યા છે. અકસ્માતના કારણે એક હસતા ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઈ જતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટનામાં એક 20 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. યુવકનું મૃત્યુ થતાં તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, બરવાહથી દોઢ કિલોમીટર દૂર નર્મદા માર્ગ પર આવેલા આમ વાલે બાબાના મંદિરની સામે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

આ ઘટનામાં 20 વર્ષીય સાગર નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટના બુધવારના રોજ રાત્રે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર સાગર પોતાના મિત્ર સાથે સ્કુટી પર સનાવદ જવા માટે નીકળ્યો હતો.

ત્યારે રસ્તામાં આમ વાલે બાબાના મંદિરની સામે તેમની સ્કૂટીને સામેથી આવતી બાય કે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, પાછળ બેઠેલો સાગર રોડ પર નીચે પડ્યો હતો. આ દરમિયાન પાછળથી આવતા વાહને સાગરને કચડી નાખ્યો હતો. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આ ઘટનામાં સાગર નો મિત્ર શુભમ સુરક્ષિત છે. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્કુટીને ટક્કર લગાવનાર બાઈક સવાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ સાગરના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું.

આજરોજ હોસ્પિટલમાં સાગરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવશે. સાગરના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પરિવારના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાગરના મૃત્યુના કારણે પરિવાર અને તેના મિત્રોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*