બાઈક પર જઈ રહેલા બે મિત્રોનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત… બહેન ભાઈને રાખડી બાંધે તે પહેલા ભાઈની અર્થી ઊઠી…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. શુક્રવારના રોજ રાત્રિના સમયે એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં બાઈક પર જઈ રહેલા બે મિત્રોને એક પિકઅપ એક જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બંનેના મોત થયા છે. આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના રાજસ્થાનના ઉદયપુર માંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 30 વર્ષના મહિપાલસિંહ અને 27 વર્ષના ગૌતમ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર બંને મિત્રો શુક્રવારના રોજ બાઈક ઉપર જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પાછળથી આવતા એક ઝડપી પિકઅપે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ઉપરાંત પીકઅપ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો મહિપાલ અને ગૌતમનું મોત થઈ ગયું હતું.

જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો મહિપાલ અને ગૌતમ બીજાના જીગરી મિત્રો હતા. રક્ષાબંધનનો તહેવાર હોવાના કારણે ગૌતમ મુંબઈથી તેના ગામ આવ્યો હતો. ગૌતમ પોતાના ગામ આવ્યો હોવાના કારણે તે તેના મિત્ર મહિપાલ સાથે શુક્રવારના રોજ રાત્રે બાઈક ઉપર એક જગ્યાએ ગયો હતો. ત્યાંથી તેઓ બંને પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો અને ઘટનામાં બંનેનું મોત થયું હતું.

મૃત્યુ પામેલો ગૌતમ મુંબઈમાં નોકરી કરતો હતો. તે બે દિવસ પહેલા જ મુંબઈથી પોતાના ગામ આવ્યો હતો. મૃત્યુ પામેલો મહિપાલ ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. બહેન પોતાના ભાઈ ની રક્ષા માટે તેને રાખડી બાંધે તે પહેલા તો ભાઈનું મોત થયું હતું. આ ઘટના બનતા જ મહિપાલ અને ગૌતમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*