મિત્રો ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે પોરબંદર-કુતિયાણા હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ હાઇવે પર આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે આખલાઓના કારણે વધુ બે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર કુતિયાણામાં રહેતા બે યુવાન મિત્રો રાણાકંડોરણા ખાતે દર્શન કરીને બાઈક પર ઘરે પરત આવી રહ્યા હતા.
આ દરમિયાન બાઇકની સામે અચાનક આખલો ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બાઈક સવાર બંને મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેના કારણ મૃત્યુ નીપજ્યા છે. બંનેના મૃત્યુના કારણે તેમના પરિવારજનો અને કુતિયાણા ગામમાં માતમ છવાઈ ગયો હતો.
આ ઘટનામાં કુતિયાણા ગામે બહારપુર વિસ્તારમાં 24 વર્ષીયા આનંદ દેવાભાઈ ખૂટ અને તેના પડોશમાં રહેતો તેનો 24 વર્ષે મિત્ર રાજ કેશુભાઈ દાસા અષાઢી બીજના દિવસે સાંજે રાણકંડોરણા ગામે આવેલા લીરબાઈ માતાજીના મંદિરે દર્શન કરવા માટે બાઈક લઈને ગયા હતા. દર્શન કરીને બંને મિત્રો જ્યારે ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પોરબંદર-કુતિયાણા હાઇવે પર બાઈક અચાનક આંખનો આવી જતા બાઈક આખલા સાથે અથડાઈ હતી.
અકસ્માતના પગલે બાઈક પર સવાર બંને મિત્રો રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ ઘટનામાં બંને મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. બંને મિત્રોને 108 ના મારફતે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.
ત્યારબાદ ત્યાંથી બંને મિત્રોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યાં પણ હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ બંને મિત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. બંનેના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. એક જ ગામના બે મિત્રોના મૃત્યુ થતાં ગામમાં અને પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો આનંદ ઇલેક્ટ્રોનિકનો વેપારી હતો અને મૃત્યુ પામેલો રાજ ડેરી પ્રોડક્શનમાં નોકરી કરતો હતો. બંને મિત્રોના એક સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. મૃત્યુ પામેલો રાજ તેના પરિવારમાં બે બહેનોનો એકનો એક ભાઈ હતો. જ્યારે મૃત્યુ પામેલો આનંદ તેના પરિવારનો એકનો એક દીકરો હતો. અકસ્માતના પગલે બે પરિવાર દીકરા વગરના થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment