હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નદીમાં નહાતી વખતે બે મિત્રો પાણીમાં ડૂબી ગયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નદીમાં ડૂબી રહેલા બે યુવકો માંથી સ્થાનિક લોકોએ એક યુવકને બચાવી લીધો હતો.
પરંતુ તેઓ બીજા યુવકને બચાવી શક્યા ન હતા. કારણકે બીજો યુવક પાણીમાં વધારે ઊંડાણ વાળા વિસ્તારમાં ચાલ્યો ગયો હતો. આ ઘટના મંગળવારના રોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર ગઈકાલે અંધારું થઈ ગયું હોવાના કારણે નદીમાં ડૂબી ગયેલા યુવકની શોધખોળ કરવામાં આવી ન હતી. ઘટનાના 16 કલાક બાદ એટલે કે આજ રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ SDRFની તેમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને નદીમાં ડૂબેલા યુવકના મૃતદેહની શોધખોળ શરૂ કરી દીધી હતી.
જાણવા મળી રહ્યું છે કે નદીમાં ડૂબી ગયેલા યુવકનું નામ આદિત્ય હતું. આદિત્યના ડૂબી જવાના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો આદિત્ય કુમાર ઠાકોર નામનો યુવક સાંજના ચાર વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નીકળી ગયો હતો.
તે ઘરેથી કહીને નીકળ્યો હતો કે તે કોચિંગ પર જઈ રહ્યો છે. ત્યાર પછી આદિત્ય પોતાના મિત્ર સાથે નદીમાં નાહવા ગયો હતો. આ દરમિયાન આદિત્ય પાણીમાં ડૂબી ગયો હતો. હજુ સુધી આદિત્યનું મૃતદેહ મળ્યો નથી. હાલમાં તેની શોધખોળ ચાલુ છે. આદિત્યના ડૂબી જવાના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment