હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પાણીમાં ડૂબી જવાના કારણે બે કિશોરના મોત થયા છે. બંનેના મોતના સમાચાર મળતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના ખેડાના મહીજ ગામની સીમામાંથી પસાર થતી મેશ્વો કેનાલમાં બની હતી. આ કેનાલમાં નાહવા પડેલા અમદાવાદના હાથીમણના બે કિશોર ડૂબી ગયા હતા અને બંનેના મોત થયા હતા.
આ ઘટનાની જાણ થતા જ મૃતકના માતા-પિતા, પોલીસ, તલાટી, સરપંચ અને કેનાલ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે બંને મિત્રો 12:00 વાગ્યાની આસપાસ કેનાલમાં ડૂબીયા હતા. ત્યાર પછી પાંચ કલાક બાદ બંનેના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાને લઈને ખેડા પોલીસે મૃત્યુ પામેલા બંને મિત્રોના મૃતદેહને ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમમાં મોકલી આપ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 17 વર્ષીય મોહિતકુમાર કેદારપ્રસાદ ભગત, 16 વર્ષીય જયસ્વાલ પ્રાંજલ અજયભાઈ અને સચિન જેસંગભાઈ રાજપુત નામના ત્રણ મિત્રો કેનાલમાં નહાવા જવાનો પ્લાન બનાવે છે.
ત્યાર પછી ત્રણેય ખેડાની મહિજથી પસાર થતી મેશ્વો કેનાલ પર સવારે 11 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. ત્યારબાદ ત્રણેય મિત્રો નાની કેનાલમાં નાહવા માટે પડ્યા હતા. થોડીક વાર પછી ત્રણેય બાજુમાંથી પસાર થતી મોટી કેનાલમાં નાહવા માટેનો પ્લાન્ટ બનાવે છે. પછી મોહિત અને પ્રાંજલ બંને કેનાલમાં નાહવા પડ્યા હતા.
કેનાલમાં પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે સચિન તેમાં નહાવા પડ્યો ન હતો. થોડીક વાર બાદ કેનાલમાં પાણીમાં મજા કરી રહેલા મોહિત અને પ્રાંજલ અચાનક જ દેખાતા બંધ થઈ ગયા હતા. જેથી સચિને બૂમાબૂમ કરી હતી. આ કારણોસર આસપાસના સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પછી સ્થાનિક તરવૈયાઓ lની મદદ થી કેનાલમાં ગુમ થયેલા બંને મિત્રોને શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. લગભગ પાંચ વાગ્યાની આસપાસ મોહિત અને પ્રાંજલના મૃતદેહ કેનાલ માંથી મળી આવ્યા હતા. બંનેના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંને મિત્રોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment