જન્મદિવસ જ બની ગયો જીવનનો અંતિમ દિવસ..! જન્મદિવસની ઉજવણી કરવા ગયેલા બે મિત્રોનું તડપી તડપીને મોત… જાણો બંને સાથે એવું તો શું થયું હશે…

શનિવારના રોજ બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ડેમમાં ડૂબી જવાના કારણે બે યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બંને યુવકો એકબીજાના ખાસ મિત્રો હતા. મિત્રોનો જન્મદિવસ હોવાથી તે તેના મિત્ર સાથે ડેમ પર જન્મદિવસની ઉજવણી કરવા માટે ગયો હતો.

પરંતુ બંનેને ક્યાં ખબર હશે કે જન્મદિવસની ખુશી માતમમાં ફેરવાઈ જશે. વિગતવાર વાત કરીએ તો આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. મામચરી ડેમમાં ડૂબી જવાના કારણે બંને યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનામાં 25 વર્ષીય સંજય અને 30 વર્ષીય રીન્કુ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

બે યુવકો ડેમમાં ડૂબી ગયા છે, આ વાતની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ તરવૈયાઓની મદદથી બંને યુવકોના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન બંને યુવકોના મૃતદે મળી આવ્યા હતા.

ત્યારબાદ ડેમમાંથી મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બંને યુવકો રેલવેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા. ગઈકાલે રીન્કુ નો જન્મદિવસ હતો એટલે તે તેના મિત્ર સંજય સાથે ડેમ પર જન્મદિવસની ઉજવણી કરવા માટે ગયો હતો.

આ દરમિયાન બંને મિત્રો ડેમમાં નાહવા માટે ઉતર્યા હતા. ત્યારે ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે બંને મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દુઃખદ ઘટના બનતા જ બે હસતા ખલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અતિ માહિતી અનુસાર બંને યુવકો ડેમમાં ડૂબી રહ્યા હતા. ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ બંનેને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેઓ સફળ રહ્યા નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*