હાલમાં સમગ્ર દેશભરમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. અનેક રાજ્યોમાં તો ધોધમાર વરસાદ પડવાના કારણે પુર જેવી પરિસ્થિતિઓ પણ સર્જાય છે. જ્યારે આસામની વાત કરીએ તો આસામમાં ધોધમાર વરસાદ પડવાના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે. પૂરના કારણે આસામની સ્થિતિ વધુ ખરાબ થતી જાય છે.
ત્યારે રવિવારના રોજ આસામમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના આસામના કામરૂપ જિલ્લામાં રંગિયામાં બની હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, સેલ્ફી લેતી વખતે શાળાના બે બાળકો પૂરના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર પાણીથી ભરેલા રસ્તા ઉપર ચાર લોકો સેલ્ફી લઇ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ પાણીનો પ્રવાહ વધી ગયો. જેના કારણ ચારમાંથી બે મિત્રો પાણીના જોરદાર પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. જોતજોતામાં તો ત્યાં ઉભેલા લોકોની નજર સામે બે મિત્રો એક સાથે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા.
ત્યાં કાંઠે ઉભેલા એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો. મળતી માહિતી અનુસાર બંને વિદ્યાર્થીઓ ધોરણ 10માં અભ્યાસ કરતા હતા. જેમાંથી એકનું નામ જુમાન દાસ અને બીજાનું નામ હિમાંશુ દાસ હતું. બંને વિદ્યાર્થીઓનાં મૃતદેહ સુધી મળી આવ્યા નથી.
આ ઘટનાની જાણ પરિવારના લોકોને તથા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ બંને બાળકોની સેલ્ફી તેમના જીવનની છેલ્લી સેલ્ફી બની ગઈ હતી. તમે ઘણા એવા લોકોને પણ જોયા હશે જેઓ સેલ્ફી લેવાના ચક્કરમાં કંઇ પણ કરતા હોય છે અને અમુક વખત તેને સેલ્ફી લેવી ભારે પડી જાય છે.
સેલ્ફી લેવાના ચક્કરમાં બે મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા, પાણીના જોરદાર પ્રવાહમાં બંને મિત્રો તણાયા – જુઓ મૃત્યુનો લાઈવ વિડિયો… pic.twitter.com/eKRcwvc2SZ
— GUJJU ROCKZ (@gujju_rockz) June 22, 2022
આવી ઘટનાઓ તમે પહેલા પણ સાંભળે છે જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment