હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે ભાઈઓનું એક સાથે દર્દનાક મોત થયું છે. બંનેનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બંનેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. મળતી માહિતી અનુસાર બંને ભાઈઓ ઘરની સામે બનાવેલા તળાવમાં રમી રહ્યા હતા. આ દરમિયાન એક ભાઈનો પગ લપસ્યો હતો અને તે પાણીમાં પડ્યો હતો.
ભાઈને પાણીમાં ડૂબતો જોઈને બીજો ભાઈ પણ પાણીમાં કુદી પડ્યો હતો. જેના કારણે બંને ભાઈઓનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. આ ઘટના શનિવારના રોજ મોડી સાંજના સમયે રાજસ્થાનના બાડમેરમાં બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના સભ્યો અને ગામના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા.
ત્યારબાદ બંને ભાઈઓને પાણીમાંથી બહાર કાઢવાના ઘણા પ્રયાસો કર્યા હતા. લગભગ બે કલાક બાદ બંને ભાઈઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચીને પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો બાબુલાલ ચૌધરી નામના વ્યક્તિની ઘરની સામે કુંડ બનાવવામાં આવ્યો છે. આ કુંડ પાસે શ્રવણ અને કૃષ્ણના નામના બે ભાઈઓ રમી રહ્યા હતા. રમતા રમતા 11 વર્ષના શ્રાવણનો પગ લપસ્યો હતો અને તે પાણીથી ભરેલા કુંડમાં પડી ગયો હતો. પોતાના ભાઈને બચાવવા માટે 12 વર્ષનો કૃષ્ણ કુંડમાં કૂદીયો હતો.
પરંતુ કુંડમાં પાણી વધારે હોવાના કારણે બંને ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હતા. બંને ભાઈઓને બુમાબુમનો અવાજ સાંભળીને પરિવારના સભ્યો અને આસપાસના ગામના સભ્યો કુંડ પાસે દોડી આવ્યા હતા. ત્યારબાદ ગામના લોકોએ નજીકના ગામડામાંથી તરવૈયા બોલાવ્યા હતા અને કુંડમાં ડૂબી ગયેલા બંને ભાઈઓની શોધખોળ શરૂ કરાવી હતી.
લગભગ બે કલાક બાદ બંને ભાઈઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બે સગા ભાઈઓનું એક સાથે મોત થતા જ પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. બંને ભાઈઓની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment