સુરતના બે પિતરાઇ ભાઇઓ તાપી નદીમાં નહાતી વખતે ડુબ્યા, બંને ભાઈઓના કરૂણ મૃત્યુ…

Published on: 7:50 pm, Mon, 8 November 21

સુરત શહેરના બે પિતરાઇ ભાઇઓ બારડોલીના વાઘેચામાં ભાઈબીજના દિવસે નદીમાં નહાતી વખતે રૂપિયા હતા. બંને ભાઈઓના નદીમાં ડૂબવાના કારણે મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે બન્ને ભાઈઓ સુરતના ગોડાદરા વિસ્તારના રહેવાસી હતા.

અને બન્ને ભાઈઓ ભાઈ બીચનો તહેવાર મનાવવા માટે વાઘેચા તાપી નદીના કિનારે આવેલા મહાદેવના મંદિરના દર્શન માટે આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સ્થાનિક તરવૈયા દ્વારા બે ભાઈઓ માંથી એક ભાઈનું બે કલાકની શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું હતું.

જ્યારે બીજા ભાઈનું મૃતદેહ મળ્યો નથી તેની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી અનુસાર ફાયર વિભાગની ટીમે જણાવ્યું કે આ ઘટના બપોરના સમયે બની હતી અને ફાયર વિભાગની ટીમને સાંજના સમયે જાણ કરવામાં આવી હતી.

6 જેટલા યુવાનો મંદિરના દર્શન કરવા માટે વાધેચા આવ્યા હતા. ત્યારબાદ તેઓ તાપી નદીમાં નાહવા પડ્યા હતા ત્યારે તેમાંથી એક યુવક નદીમાં ડૂબી તો તેને જોઈને તેનો ભાઇ પણ તેને બચાવવા માટે નદીમાં કૂદી ગયો હતો.

અને બન્ને ભાઈઓ તાપી નદીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર એક ભાઈનું નામ સુબેદાર મિશ્રા અને બીજા ભાઈનું નામ સુનીલ મિશ્રા હતું.

જેમાંથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા સુબેદાર મિશ્રાનું મૃતદેહ શોધી કાઢવામાં આવ્યું છે. અને ફાયર વિભાગની ટીમ દ્વારા સુનીલના મૃતદેહની શોધખોળ ચાલુ છે. મૃત્યુની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!