હાઈવે પર ઓટોરિક્ષાને ટ્રકે પાછળથી મારી ટક્કર, અકસ્માત દરમિયાન બે બાળકોના મૃત્યુ…

Published on: 4:41 pm, Mon, 9 August 21

અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે અને એક જણા ની બેદરકારી ના બીજા કેટલાય લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે. અને આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે બિહારના અરરિયામાં રવિવાર ના સવારના રોજ એક અકસ્માત સર્જાયું હતું.

આ અકસ્માતમાં એક ઓટોરિક્ષા ને પાછળથી ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માત દરમિયાન ફોટોમાં સવાર બે બાળકો સહિત પાંચ મુસાફરોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે 6 લોકો ને ઈજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ જેમાંથી 3 લોકોની હાલત ગંભીર છે. ઘાયલ થનારા લોકોને અરરિયા સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત રામપુર કોદરકટ્ટી ગામ નજીક થયું હતું.

ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે ઓટો રીક્ષા ના ચીતડા ઉડાડી નાખ્યા હતા. મળતી માહિતી મુજબ પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા લોકોમાં સુશીલા દેવી, મીનાક્ષી કુમારી, મહાવતી દેવી, નનુલાલ ઋષિ અને ગૌરવકુમાર નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ફુલ કુમારી, દીપકકુમાર, રાણીગંજ, સુશીલ ઋષિ દેવ, સુમન દેવી, રાજકુમારી, મિથુન ઋષિ દેવી આ તમામ લોકોની અકસ્માતમાં ઈજા પહોંચી છે. મળતી માહિતી મુજબ ઓટો ડ્રાઈવર સહિતના કુલ 11 લોકો હોસ્પિટલમાં સારવારમાં છે.

એસડીઓ શૈલેષચંદ્ર દિવાકરે કહ્યું હતું કે, અરરિયાના 2 મૃતકોને 4 લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ. તે જ સમયે, પૂર્ણિયાના 2 મૃતકો માટે, વળતરની રકમ અંગે પૂર્ણિયા જિલ્લા વહીવટીતંત્ર સાથે વાત પણ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!