માતાની નજર સામે બે બાળકો પાણીથી ભરેલા ખાડામાં ડૂબી ગયા, દીકરો-દીકરીના મૃત્યુ…જાણો સમગ્ર ઘટના…

હાલમાં બનેલી કોઈ દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પાણીના ખાડામાં ડૂબી જવાના કારણે એક ભાઈ અને બહેને પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બની હતી. અહીં 5 વર્ષની બાળકી રમતી-રમતી પાણીથી ભરેલા ખાડામાં પડી ગઈ હતી. તેને બચાવવા માટે તેનું 7 વર્ષનો મોટો ભાઈ ખાડામાં કૂદી પડ્યો હતો.

બંને બાળકોને ખાડામાં ડૂબતા જોઇને માતા પણ બાળકોને બચાવવા માટે ખાડામાં પડી હતી. પરંતુ બંને બાળકોને તેની માતા ખાડામાં ડૂબવા લાગ્યા હતા. આ ઘટનામાં 5 વર્ષની બહેન અને 7 વર્ષના ભાઈનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં માતાનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ બની હતી.

મળતી માહિતી અનુસાર અયોધ્યા નગરમાં રહેતા ભગવાનલાલ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ભગવાને જણાવ્યું કે, તેમની 5 વર્ષની દીકરી નીશિકા ગુરૂવારના રોજ બપોરે 7 વર્ષના પોતાના મોટાભાઇ અતુલ સાથે શંકર ખાણ પાસે રમી રહી હતી. આ દરમિયાન નીશિકા લપસીને પાણીમાં પડી જાય છે.

બહેનને ડૂબકી જોઈને મોટોભાઈ અતુલ તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડે છે. પરંતુ આ સમયે બંને પાણીમાં ડુબવા લાગે છે. બંને બાળકોને જોઈને મારી પત્ની પણ પાણીમાં તેમને બચાવવા માટે કુદી પડે છે. પરંતુ ત્રણેય ડૂબવા લાગે છે. આ દ્રશ્ય જોઈને આજુબાજુ માં રહેતી મહિલાઓ પણ પાણીમાં કૂદી હતી.

ત્યાર બાદ મહિલાઓએ ત્રણે ને બહાર કાઢ્યા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી તેને મોટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે નિશિકા અને અતુલને મૃત જાહેર કર્યા હતા.

બાળકોની માતા બેહોશ હતી તે ત્રણ કલાક બાદ ભાનમાં આવી હતી. એ હોશમાં આવ્યા બાદ ખૂબ જ રડવા લાગી હતી. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને શુક્રવારના રોજ બંને બાળકોના મૃતદેહને તેમનાં પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*