રસ્તાની વચ્ચોવચ બે આખલાઓ બાંધી પડ્યા, ત્યારબાદ બંને આખલાઓ બાઈક સવાર સાથે કર્યું એવું કે – વીડિયો જોઈ હચમચી જશો…

મિત્રો દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કેટલાય લોકોએ રખડતા ઢોરના કારણે પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે. વહીવટી તંત્ર જિલ્લાને નિરાધાર મુક્ત જીલ્લો બનાવવાનો દાવો કરે છે. પરંતુ વાસ્તવમાં પરિસ્થિતિ કાંઈક ઊંધી જ છે.

ત્યારે તાજેતરમાં રેવાડીના બાવલ રોડ પર જલિયાવાસ ગામ નજીક બનેલી એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં રસ્તાની વચ્ચોવચ બાંધી પડેલા બે આખલાએ એક બાઈક ચાલકને અડફેટેમાં લીધો હતો. આ ઉપરાંત આખલાઓ એ બજારમાં અન્ય કેટલીક વસ્તુઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, રસ્તાની વચ્ચોવચ બે આખલા બાંધી પડ્યા છે. બાંધતા બાંધતા બંને આંખલાઓ એક બાઈક સવાર વ્યક્તિને અડફેટેમાં લે છે.

આ ઘટનામાં બાઇક સવાર વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઉપરાંત બંને આખલાએ બજારમાં અન્ય વસ્તુઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના બનતા જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકોને વાહન વ્યવહારમાં પણ ભારે મુશ્કેલી પડી હતી.

રેવાડી શહેરમાં દિવસે ને દિવસે આવી ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં આવી ઘટનાઓના કારણે ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો youtube પર News18 Virals માં શેર કરવામાં આવ્યો છે. વિડીયો વાયરલ થતાં જ તંત્રની કામગીરી ઉપર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. આ વિડીયો વાયરલ થતા જ સ્થાનિક લોકોમાં બહેનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો ઘરની બહાર નીકળતા પણ વિચારી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*