ભચાઉમાં રસ્તાની વચ્ચોવચ બે આખલાઓ આવ્યા બથોબથ, પછી તો લોકોને જીવ બચાવીને ભાગવું પડ્યું… જુઓ ઘટનાનો હચમચાવી દેતો વિડિયો…

અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં રખડતા ઢોરો લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. રખડતા ઢોરોના ત્રાસને કારણે ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે અને ઘણા લોકોને ઈજાઓ પણ થઈ છે. આવો જ એક આખલાઓ નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતમાં મહાનગરો થી લઈને નાના નગરો સુધી આખલાઓનો આતંક નવી વાત નથી રહી. ત્યારે આજે કચ્છના ભચાવમાં રસ્તે રખડતા બે આખલાઓ મેડિકલ સ્ટોર માં ઘુસી જતા અફરાતફરી મચી હતી. મેડિકલ સ્ટોર માં હાજર ચારેક લોકોના જીવ ઊંચા થઈ ગયા હતા,

આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. ભચાઉ શહેરના જય માતાજી ચોક થી ફૂલવાડી તરફ જતા માર્ગ પર બે આખલાઓ બાખડી રહ્યા હતા. જેના કારણે રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓમાં દોડાદોડી મચી ગઈ હતી. થોડીવાર રસ્તા પર આખલા યુદ્ધ ચાલ્યા બાદ બંને આખલાઓ ચામુંડા મેડિકલ સ્ટોરમાં ઘૂસી જતાં સ્ટોરમાં હાજર ચારેક લોકોમાં ભાગદોડ મચી હતી.

એક વ્યક્તિએ હિંમત કરી ખુરશીથી એક આખલાને દૂર કર્યો હતો. જ્યારે અન્ય વ્યક્તિ લાકડીની મદદથી બીજા આખલાને બહાર કાઢ્યો હતો. ભચાઉ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સમાપ્ત થવાનું નામ નથી લેતો. શહેરના માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળે છે,

ત્યારે આજની ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ રાહદારીઓની સાથે વેપારીઓમાં પણ ડરનો માહોલ છવાયો છે. તંત્ર દ્વારા રહેલી તકે રસ્તા પરના આ આતંક ને દૂર કરે તેવી માંગ કરવામાં આવી છે. આવા ઘણા કિસ્સાઓ ગુજરાતમાંથી સામે આવ્યા છે જેમાં રખડતા ઢોરોને કારણે લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*