ઘરની બહાર રમતા બે ભાઈઓને રખડતી ગાયે ખૂંદી નાખ્યા, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને ટાંટિયા ધ્રૂજવા લાગશે…

અત્યારે સોશિયલ મીડિયા પર રખડતા ઢોરોનો ત્રાસ ના કારણે બનાવો ના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક વિડીયો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં કે.ટી. હાઈસ્કૂલ પાછળ પુષ્પકુંજ સોસાયટી પાસે ઘરની બહાર મોટો ભાઈ કચરો નાખવા આવ્યો હતો. ત્યારબાદ તે નાના ભાઈ સાથે રમતો હતો, એ જ સમયે રખડતી ગાયે હુમલો કરતા મોટો ભાઈ બચાવવા જતા પડી ગયો હતો અને માતાએ દોડી આવી નાના ભાઈને ખેંચી લીધો હતો.

પિતા અને પડોશી એ દોડીને ગાયને ભગાડી હતી, આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. ખેડબ્રહ્મામાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે અને આ અંગે પાલિકામાં નગરજનો એ પણ વારંવાર રજૂઆત કરી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, કોઈ બનાવ બને ત્યારે રખડતા ઢોરની વાતો નગરમાં થાય છે અને પગલાં લેવાની વાતો પણ થાય છે. પરંતુ બનાવ ભૂલી જવાય છે તેમ વાતો પણ ભૂલી જવાય છે.

રખડતી ગાયના હુમલા ની સમગ્ર ઘટના 58 સેકન્ડ ના સીસીટીવી માં સામે આવ્યા છે. જેમાં પુષ્પકુંજ સોસાયટી પાસે રહેતા રાકેશ ખરોડના બે બાળકો છે. જેમાં મોટો બાળક મોહિત ઘરની બહાર કચરો નાખવા આવ્યો ત્યારે કચરો નાખ્યા બાદ પરત ઘરમાં જતા સમયે ઘરની ગેટમાંથી ત્રણ વર્ષીય નાનો ભાઈ યશ સાયકલ પર બેસીને બહાર આવ્યો હતો.

ત્યારબાદ મોટો અને નાનો ભાઈ એકબીજા સાથે રમતા જોવા મળ્યા હતા, આ દરમિયાન ગાયે લાલ સાઇકલ પર બેસેલા યશ પર હુમલો કર્યો હતો. જેને લઈને મોહિત બચાવવા જતા રોડ પર પડી ગયો હતો. યશ સાયકલ પરથી રોડ પર પટકાયો હતો, પડવાનો અવાજ અને બૂમાબૂમ થતા માતા દોડી આવી બાળકને ખેંચી લીધો હતો.

તો બીજી તરફ પિતા અને પાડોશીઓ પણ દોડી આવ્યા હતા, ગાયના હુમલામાં ત્રણ વર્ષીય યશ ને બેઠો માર થયો હતો. ઘસડાવવાથી શરીરે લિસોટા પડ્યા હતા, આ અંગે રાકેશ ખરોડે જણાવ્યું હતું કે મારા નાના બાળક પર ગાયનો હુમલો થતાં અમે દોડી આવ્યા હતા.

પરંતુ જે ગાય એ હુમલો કર્યો હતો તે રખડતી ગાય ત્રણ દિવસ પહેલા રોડ પર જતા આવતા લોકો પર હુમલો કરવા દોડતી જોવા મળી હતી. ખેડબ્રહ્મા નગરમાં રોડ પર અને અલગ અલગ વિસ્તારમાં રખડતી ગાયોનો અડિંગો જોવા મળે છે. પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી, પરિણામે નગરજનો અને વાહન ચાલકો ભોગ બને છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*