અકસ્માતમાં બે ભાઈઓના મૃત્યુ : લગ્નમાં જતી વખતે કાર બેકાબુ થતા ડિવાઇડર કૂદીને સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ – 2 ના મૃત્યુ, 2 ઈજાગ્રસ્ત…

Published on: 10:32 am, Fri, 4 February 22

ભરતપુર રોડ પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતમાં બે પિતરાઇ ભાઇઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અન્ય બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત ચિકસાણા પોલીસ સ્ટેશન વિસ્તારના બહેરા પાસે થયો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, કારની સ્પીડ વધુ હોવાના કારણે કાર બેકાબુ બની ગઈ હતી અને કાર ડીવાઇડર પર ચઢી ગઇ હતી. ડિવાઈડર તોડીને બીજી બાજુ સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કારમાં બેઠેલા બે પિતરાઇ ભાઇઓના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયા હતા.

જ્યારે અન્ય બે મિત્રો અને ઘટનામાં ગંભીર ઈજા પહોંચી હતી તેઓને સારવાર માટે તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ચાર મિત્રો એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમનું અકસ્માત થયો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ઝોલાપુર ના રહેવાસી 28 વર્ષીય વિવેક અને 29 વર્ષીય દિપકનું મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલા બંને યુવક પિતરાઈ ભાઈ હતા. ઉપરાંત અકસ્માતમાં હિમાંશુ અને સૌરભ નામના યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર ચારેય મિત્રો વિકાસની બહેનના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં કાર બેકાબુ થાય છે અને ડિવાઇડર કૂદીને બીજી બાજુ તરફથી આવતા ટ્રક સાથે અથડાય છે. આ ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત બંને યુવકોને હોસ્પિટલ લઇ ગયા હતા. આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા બંને પિતરાઇ ભાઇઓના પરિવારજનોને કરવામાં આવી હતી. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અકસ્માતમાં બે ભાઈઓના મૃત્યુ : લગ્નમાં જતી વખતે કાર બેકાબુ થતા ડિવાઇડર કૂદીને સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ – 2 ના મૃત્યુ, 2 ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*