સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 4 પિતરાઈ ભાઈઓ એક સાથે કેનાલમાં ડૂબી ગયા હતા. જેમાંથી બે પિતરાય ભાઈઓ સલામત રીતે બહાર નીકળી ગયા હતા. પરંતુ બે પિતરાય ભાઈઓનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું.
આ ઘટના બનતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ ઘટના હરિયાણાના કરનાલમાંથી સામે આવી રહી છે. અહીં નિગડું કેનાલમાં ડૂબી જવાના કારણે બે પિતરાઈ ભાઈઓનું મોત થયું છે. મૃત્યુ પામેલા બંને પિતરાઈ ભાઈઓ દિલ્હીથી હરિયાણા આવ્યા હતા. બંનેનો પરિવાર લગભગ છેલ્લા 15 વર્ષથી દિલ્હીમાં રહે છે.
બંને કરનારમાં પોતાના પૈતૃક ગામે ધાર્મિક સ્થળ પર પ્રસાદ આપવા માટે આવ્યા હતા.આ ઘટના શુક્રવારના રોજ બની હતી. શુક્રવારના રોજ ચાર પિતરાઈ ભાઈઓ સૌપ્રથમ ધાર્મિક સ્થળ પર પ્રસાદ ચડાવવા માટે ગયા હતા. પછી બપોરે 1:00 વાગ્યાની આસપાસ ચારે ગામની નજીક આવેલી એક કેનાલ પાસે પહોંચ્યા હતા.
ત્યારે ચારેય પિતરાય ભાઈઓ કેનાલના કિનારે બેસીને પાણીથી હાથ પગ ધોઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ સંતુલન ગુમાવતા ચારેય પિતરાય ભાઈઓ એક સાથે કેનાલમાં પડ્યા હતા. પાણીમાં પડી ગયા બાદ અમિત અને સાહિલ નામના પિતરાઈ ભાઈઓ સ્વિમિંગ કરીને કેનાલ માંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ સુનિલ અને બોબી નામના પિતરાઈ ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હતા.
આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. લોકો કાંઈ સમજે તે પહેલા તો બંને પિતરાઈ ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હતા.પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ અને તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મોડી રાત સુધી બંનેની કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ બંનેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. જાણવા મળી રહ્યું છે કે કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવકોના થોડાક વર્ષો પહેલા જ લગ્ન થયા હતા. પાણીમાં ડૂબી ગયેલા સુનિલને સંતાનમાં એક દીકરી છે. જ્યારે બોબીની પત્ની ગર્ભવતી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment