આસામમાં બે બોટ વચ્ચે ટક્કર થતા, 42 લોકોનો જીવ બચાવવામાં આવ્યો, 4 લોકો લાપતા, 1 મહિલાનું મૃત્યુ – જુઓ વિડિયો

97

ગઈકાલે આસામમાં સાંજના સમયે બોટ વચ્ચે ટક્કર થવાના કારણે મોટી દુર્ઘટના થાય છે. મળતી માહિતી મુજબ બ્રહ્મપુત્રા નદીમાં તો થી પણ વધારે યાત્રીઓ ને લઈને જતી 2 બોર્ડ વચ્ચે ટક્કર આવે છે. જે ઘટનામાં એક બોટ ડૂબી ગઇ હતી અને તેના કારણો 30 લોકોને ડૂબવાથી બચાવવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ એક બોટ જોરહાટના નિમતીધાટથી માઝુલી આવી રહી હતી. અને બીજી બોટ માઝુલીથી જોરહાટ તરફ જઈ રહી હતી. આ સમગ્ર ઘટના જ્યારે બોટ માઝુલી ઘાટ થી 100 મીટર દૂર હતી ત્યારે બની હતી.

ઉપરાંત બોટમાં 25થી 30 બાળકો પર મૂકવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 42 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. ચાર લોકો હજુ પણ ગુમ છે.

અને એક મહિલાનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે NDRF ની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને આસામના મુખ્ય મંત્રીએ પણ પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે પણ ઘટનાને લઇને આસામના મુખ્યમંત્રી સાથે ફોન પર વાતચીત કરી હતી.

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બોટમાં સવાર લોકો એક પછી એક નદીમાં છલાંગ લગાવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!