મિત્રો હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પટનામાં ગંગા નદીમાં 50 લોકોથી ભરેલી બે બોટ સામસામે અથડાઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના કારણે બંને બોટ પાણીમાં પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં બોટમાં સવાર તમામ લોકો નદીમાં ડૂબી ગયા હતા અને વાતાવરણ ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યું હતું.
આ ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ મોટેભાગના લોકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી બહાર જેટલા લોકો લાપતા છે. SDRFની ટીમે તેમની શોધ કોણે શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર ગંગા નદીના જોરદાર પ્રવાહને કારણે બંને બોર્ડનું સંતુલન બગડ્યું હતું જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ ઘટના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શેરપુર ઘાટ પર રવિવારના રોજ મોદી સાંજના સમયે બની હતી. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. ઘટનાની માહિતી મળતા આસપાસના લોકો, પોલીસ અને SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
આ પછી બચાવ કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં મોટેભાગના લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી બહાર લોકો લાપતા છે તેની શોધખોળ ચાલુ છે.મળતી માહિતી અનુસાર SDRFની એક બોટ અને ગામજનોની બે બોટો વડે ગંગા નદીના મધ્યમાં બચાવો કામગીરી શરૂ કરવામાં આવી હતી.
મોડી રાત થઈ ગઈ છતાં પણ કામગીરી શરૂ હતી. મળતી માહિતી અનુસાર દાઉદપુરના રહેવાસીઓ લગભગ 50 જેટલા લોકો હોળીમાં પશુનો ચારો લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાણીના જોરદાર પ્રવાહ ના કારણે બે બોટ અથડાઈ હતી જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
હાલમાં ગુમ થયેલા એક પણ વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યું નથી. તેમની શોધખોળ શરૂ છે. આ ઘટનાની જાણ થતા ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment