વડોદરામાં બે બાઈક, બે કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, પતિ-પત્નીનું કરૂણ મૃત્યુ…

Published on: 4:04 pm, Thu, 28 April 22

વડોદરામાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના વડોદરા નજીક નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ પાસે આજરોજ સવારે બની હતી. બે કાર, બે બાઇક અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર બે લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. અકસ્માતના પગલે ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા ઉપરાંત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતમાં 45 વર્ષીય શોભનાબેન રાજેન્દ્ર ભાઈ પ્રજાપતિનું કરૂણ મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર જાંબુવા બ્રિજ પાસે આજરોજ સવારે એક ડમ્પર ચાલકે બે બાઇક સવારોને અડફેટમાં લીધા હતા. તેની સાથે બે કાર ચાલકોને પણ અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં બાઇક પર જઇ રહેલા એક મહિલા, એક પુરુષ સહિત ત્રણ લોકો રોડ પર ફંગોળાઇ ગયા હતા.

અકસ્માતની ઘટનામાં રાજેન્દ્રભાઈ ઓધવજીભાઈ પ્રજાપતિ તેમના 45 વર્ષીય પત્ની શોભનાબેન રાજેન્દ્રભાઈ પ્રજાપતિનું કરૂણ મૃત્યુ થયું હતું. અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પ્રજાપતિ પરિવારના બે સભ્યનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મૃત્યુ પામેલા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને બાઈકનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતમાં મૃત્યુ નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરામાં બે બાઈક, બે કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, પતિ-પત્નીનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*