બે બાઈક સામસામે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 19 વર્ષના યુવકે ઘટનાસ્થળે ગુમાવ્યો પોતાનો જીવ – જાણો સમગ્ર ઘટના

Published on: 11:30 am, Tue, 8 February 22

મહુવા તાલુકાના કોટડા રોડ ઉપર વાઘનગર ગામ પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહી બે મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના 19 વર્ષના એક યુવકનું કરુણ મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર મહુવા તાલુકાના વાઘનગર ગામે રહેતા રમેશભાઇ મધુભાઈ મેરે આ ઘટનાને લઇને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર કાકા તેમના 19 વર્ષીય ભત્રીજા ઉદયભાઈ લાલજી ભાઈ ચુડાસમાને લઈને બાઈક પર વાઘનગરગામ થી સુંદરનગર બાજુ થઈ રહ્યા હતા.

ત્યારે સામેથી આવતા વિજય ભાઈ દિનેશભાઈ મકવાણાની બાઈક ઉદયના કાકાની બાઈક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં ઉદય લાલજીભાઈ ચુડાસમાનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.

જ્યારે અકસ્માતમાં સામેથી આવી રહેલા વિજય ભાઈ દિનેશભાઈ મકવાણા અને ગંભીર ઈજા પહોંચી હતી. ઉપરાંત ઉદયના કાકા રમેશભાઈને પણ અકસ્માતમાં ઈજા પહોંચી હતી.

ત્યારબાદ બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇને રમેશભાઈએ વિજયભાઈ દિનેશભાઈ મકવાણા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વિજય ભાઈ દિનેશભાઈ મકવાણાના ચાર દિવસ પહેલા જ લગ્ન થયા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉદય મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે બાઈક સામસામે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 19 વર્ષના યુવકે ઘટનાસ્થળે ગુમાવ્યો પોતાનો જીવ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*