બે બાઇક સામ-સામે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, બંને બાઈક સવારના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 5:20 pm, Tue, 17 May 22

હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. બે બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના ભરતપુર શહેરના કંજૌલી લાઇન મોડી રાત્રે બની હતી.

મોડી રાત્રે બે બાઇક સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંને બાઇક સવારના કરૂણ મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મોડી રાત્રે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.

મળતી માહિતી અનુસાર સતવીર નામનો યુવક કોઈ કામ માટે ભરતપુર આવ્યો હતો. કામ પતાવીને તે પોતાના ગામ પાછો જઈ રહ્યો હતો. ત્યારે બીજી બાજુ સોનું નામનો યુવક ઘરના કામથી ભરતપુર તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં સતવીર અને સોનુની બાઈક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકો બંનેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો સોનુ ઘરમાં માત્ર એક કામાનાર હતો. સોનુંના મૃત્યુના કારણે પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો છે. સોનુ ના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. સોનુના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે હાલમાં સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે બાઇક સામ-સામે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, બંને બાઈક સવારના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*