નાળિયેર તેલ
નાળિયેર તેલમાં એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટી ફંગલ ગુણધર્મો હોય છે, જે ખાનગી ભાગની નજીક થાય છે તે ધાધર ની સારવારમાં મદદ કરે છે. આ ઉપાય માટે, ધાધર ના એરિયા પર ઓગળેલા નાળિયેર તેલને લગાવો. દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વાર ધાધર ઉપર નાળિયેર તેલ લગાવો. તે ધાધર માટે અસરકારક સારવાર છે.
હળદર
તમે ખાનગી ભાગની નજીક થતી ધાધર ની સમસ્યાથી રાહત મેળવવા માટે હળદરનો ઉપયોગ પણ કરી શકો છો. તેના એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો ધાધર ને દૂર કરી શકે છે અને ખંજવાળ અને બર્નિંગથી રાહત આપી શકે છે. હળદર અને પાણી નાખીને પેસ્ટ બનાવો અને તેને ધાધર ઉપર લગાવીને સુકાવા દો. તે પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો અને તેને સારી રીતે સૂકવો.
એલોવેરા
ધાધર ના કારણે ખંજવાળ અને બર્ન થવામાં એલોવેરા ખૂબ અસરકારક છે. ધાધર ની દવા તરીકે તમે એલોવેરા અથવા તેના જેલને સીધા ધાધર ના એરિયા પર લગાવી શકો છો.
ધાધર નું નિવારણ
શરીરને સારી રીતે સાફ કરો.
સ્નાન કર્યા પછી, ખાનગી ભાગની આજુબાજુનો વિસ્તાર સારી રીતે સૂકવો.
ચુસ્ત અન્ડરવેર અને કપડાને બદલે સુતરાઉ અને ઢીલા કપડા પહેરો.
દરરોજ અન્ડરગાર્મેન્ટ્સ સાફ કરો.
બીજાના ટુવાલનો ઉપયોગ કરશો નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!