ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના રાજકોટમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં રાજકોટના રહેવાસી અને ખોડલધામના ટ્રસ્ટી તેમજ ઉદ્યોગપતિ કલ્પેશભાઈ તંટીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
આ ઘટના બનતા જ કલ્પેશભાઈના પરિવારજનો અને લેઉવા પટેલ સમાજમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે કલ્પેશભાઈ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરે મંદિરમાં દીવાબત્તી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થઈ ગયું હતું.
વિગતવાર વાત કરીએ તો કલ્પેશભાઈ રાજકોટના નાના મવા રોડ પર આવેલ શ્રી રાજ રેસીડેન્સીમાં તુલસીપત્ર નામના બંગલામાં રહેતા હતા. કલ્પેશભાઈની ઉંમર 46 વર્ષની હતી. ગઈકાલે સાંજના 7.45 વાગ્યાની આસપાસ તેઓ પોતાના ઘરના બીજા માળે મંદિરમાં દિવાબત્તી કરવા માટે ગયા હતા.
લગભગ 25 મિનિટનો સમય થઈ ગયો છતાં પણ કલ્પેશભાઈ નીચેના આવ્યા એટલે પરિવારના સભ્યો ઉપર તપાસ કરવા માટે ગયા હતા. ત્યારે ઉપર કલ્પેશભાઈ બેભાન હાલતમાં જમીન પર પડેલા હતા. પછી તો પરિવારના સભ્યો તાત્કાલિક કલ્પેશભાઈને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલા તો કલ્પેશભાઈનું મોત થઈ ગયું હતું. કલ્પેશભાઈનું મોત થતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. કલ્પેશભાઈના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
કલ્પેશભાઈને સંતાનમાં એક 18 વર્ષનો દીકરો અને એક 15 વર્ષની દીકરી છે. આ ઘટના બનતા જ બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કલ્પેશભાઈ ના મોતના સમાચાર મળતા જ લેઉવા પટેલ સમાજ અને તેમના મિત્ર મંડળમાં માતમ છવાઈ ગયો હતો. કલ્પેશભાઈ ખોડલધામના ટ્રસ્ટી તેમજ એક ઉદ્યોગપતિ પણ હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment