જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે ટ્રક પલ્ટી ખાઇ જતાં, ટ્રકચાલક અને ક્લીનરનું મૃત્યુ…

55

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યારે જામનગર નજીકનો ખીજડીયા બાયપાસ રોડ પર એક અકસ્માતની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર અહીં એક ટ્રક પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર થી સોડા ભરીને હૈદરાબાદ તરફ જતો GJ 37 T 7906 નંબરનો ટ્રક ખીજડીયા બાયપાસ નજીક રોડ પર અચાનક પલટી ખાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર ટ્રક રોડની સાઈડમાં નીચે ઉતરી જતાં ટ્રક ની અંદર બેઠેલા લોકોના મૃત્યુ થયા હતા.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લિનરને મૃત્યુ થયું છે. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર અકસમાત જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આજરોજ વહેલી સવારે ચારેક વાગ્યાની આસપાસ થયું હતું. અકસ્માતમાં અચાનક ટ્રક પલટી ખાઈને રોડની નીચે ઉતરી જતા.

40 વર્ષીય પ્રભાતસિંહ મેઘરાજ સિંહ વાઘેલા ટ્રકચાલક અને 35 વર્ષીય અસરફ ભીખુભાઈ મંગીયા ક્લીનર ટ્રકની નીચે દબાઈ થતાં બંનેના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતાં જામનગર હાય વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને બચાવવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ બન્નેને મદદ મળે તે પહેલા જ ટ્રકચાલક અને ક્લીનરની મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર ટ્રકચાલક અને ક્લીનરની પણ દ્વારકા જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃત્યુ પામેલા બન્ને વ્યક્તીના પરિવાર અને ટ્રકના માલિક નો સંપર્ક કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!