મહેસાણા હાઈવે પર ટ્રક અને સુરતની કારનું અકસ્માત, કારમાં મુસાફરી કરી રહેલા 3 વ્યક્તિઓનું…

179

આજકાલ રાજ્યમાં અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે મહેસાણા હાઈવે પર એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એક સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા હતું. આ સમગ્ર અકસ્માતમાં એક માસૂમ બાળકી સહિત ત્રણ લોકોનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ મહેસાણા હાઈવે પર એક એક્ટિવા ચાલકને બચાવવા આ સમગ્ર અકસ્માત સર્જાયું હતું. એકટીવા ચાલકને બચાવવા માં સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી.

આ અકસ્માત એટલું જબરદસ્ત હતું કે અકસ્માતમાં સ્વીફ્ટ કાર ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ કારમાં મુસાફરી કરતા ત્રણ વ્યક્તિઓનું મૃત્યુ થયું છે.

આકારમાં એક માસૂમ બાળકી પણ મુસાફરી કરી રહી હતી તેનું પણ મૃત્યુ થયું છે. કારમાં મુસાફરી કરતા ત્રણ વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

અકસ્માત થયેલી સ્વીફ્ટ કારનો ફ્લેટ નંબર GJ 05 JE 2419 હતો. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને પરિવારના લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!