જામનગર-ખંભાળીયા હાઈ-વે પર ત્રણ કાર વચ્ચે ટક્કર થતા સર્જાયો ત્રિપલ અકસ્માત, 2 નગરપાલિકાના કર્મચારીઓના મૃત્યુ, 7 થી વધુ લોકો ઈજાગ્રસ્ત…

Published on: 4:44 pm, Thu, 26 May 22

જામનગર-ખંભાળીયા હાઇ-વે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના આજરોજ વહેલી સવારે બની હતી. મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે જામનગર ખંભાળીયા હાઇવે પર ગામના પાટિયા પાસે ત્રણ કાર વચ્ચે ટક્કર થતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કલ્યાણપુર તાલુકાની રાવલ નગરપાલિકાના કર્મચારીઓના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.

આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર ગાંધીનગર સ્વચ્છતા અભિયાન અંગે મિટિંગમાં જઈ રહેલા કર્મચારીઓને રસ્તામાં અકસ્માત નડયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે હાજર થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર ગાંધીનગર ખાતે આજરોજ સ્વચ્છતા અભિયાનના સંદર્ભમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર કલ્યાણપુર તાલુકાના રાવલ નગરપાલિકાના ચાર કર્મચારીઓ કાર મારફતે આ મીટીંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા.

ત્યારે ખંભાળીયા-જામનગર હાઈવે પર મિઠોઈ ગામના પાટિયા નજીક એક અર્ટિગા કાર સાથે બલેનો કારની ટક્કર થઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 4 નગરપાલિકાના કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બે નગરપાલિકાના કર્મચારીઓના કરૂણ મૃત્યુ નિપજ્યા છે.

આ ઘટનામાં નિતીન નામના યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન સેનેટરી ઇન્સ્પેક્ટર મનોજભાઈનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. મળતી માહિતી અનુસાર રાવલ અને નગરપાલિકાના કર્મચારીઓ બલેનો કારમાં સવાર હતા. ત્યારે નડિયાદ તરફથી આવતી અર્ટિગા કાર બલેનો કાર સાથે અથડાઈ હતી.

અકસ્માત બન્યા બાદ પાછળથી આવી રહેલી એક ટાવેરા કાર પણ ટકરાઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં રાવલ નગરપાલિકાના બે કર્મચારીઓ ના મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!