ગુજરાત રાજ્યમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડી છે. ગુજરાતની જનતા કાળઝાળ ગરમીથી કંટાળી ગઈ હતી. ત્યારે ગઇકાલે રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. આ કારણોસર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ આવા ખુશીના સમાચાર વચ્ચે એક દુખદ સમાચાર સામે આવ્યા છે.
રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા જ આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરમાં અને પાટણમાં વીજળી પડતાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગઈકાલે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
ત્યારે લીબડીના જંબુ-નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડી હતી. અહીં વીજળી પડવાના કારણે 26 વર્ષીય મેલાભાઈ પોપટભાઈ દેવથળાનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ ઉપરાંત જાંબુ અને નાની કઠેચી ગામમાં પણ વીજળી પડી હતી. અહીં વીજળી પડવાના કારણે બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાટણમાં પણ વીજળી પડી હતી આ કારણોસર એક મહિલાનું મૃત્યુ થયું હતું. આ કારણોસર આસપાસના વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો.
ગુજરાતમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. જ્યારે અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે જેઠ મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. અહીં ગઇકાલે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ કારણોસર અહીંના લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
મળતી માહિતી અનુસાર પાટણમાં જ્યારે એક મહિલા ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે તેના પર વીજળી પડી હતી. આ કારણોસર મહિલાનું કરુણ મૃત્યુ નીપજયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત ભીમ અગિયારસ બાદ વાવણી લાયક વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment