જીમમાં 210 કિલો વજન ઉઠાવતી વખતે બોડી બિલ્ડર યુવકનું કરુણ મોત… જુઓ મોતનો લાઇવ વિડિયો…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માતો સામે આવી રહ્યા છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણા અકસ્માતો તો એવા હોય છે કે થોડીક સેકન્ડમાં લોકો પોતાના જીવ ગુમાવે છે. આવો જ એક અકસ્માત સામે આવ્યો છે, મળતી માહિતી અનુસાર આ વિડિયો 15 જુલાઈ 2023 નો છે. ફિટનેસ ઈન્ફ્લુ એજન્સ જસ્ટિન વિક્કી જીમમાં રોજિંદી કસરત કરી રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર લોકો પોતાના વર્કઆઉટ ના વિડીયો મુકતા હોય છે. તેવી જ રીતે તેણે પોતાના વર્ક આઉટ નો એક વિડીયો રેકોર્ડ કર્યો છે, આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે 210 કિલો વજન ઉઠાવવાની તૈયારી કરે છે. તેને પાછળથી સપોર્ટ કરવા માટે એક જીમનો એક વ્યક્તિ પણ તેની સાથે રહે છે. જેવો જસ્ટિન વિક્કી જિમમાં 210 કિલો વજન ઉઠાવવા જાય છે, બાર્બેલ સેટ નું વજન તેની ગરદન પર પડે છે અને તે સીધો જમીન પર પટકાય છે.

તેની ગરદનની નસ દબાઈ જતા તે જીમમાં બેભાન થઈ જાય છે, આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાથી જીમમાં અફરાતફરી મચી જાય છે, ઈચ્છાગ્રસ્ત જસ્ટિન વિક્કી ને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે.

પરંતુ સારવાર દરમિયાન ત્યાં હાજર તબીબો તેને મૃત જાહેર કરે છે, આ ઘટનાનો વિડીયો તમામ જીમ રસિકોમાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ જીમ જવા વાળા લોકોને આ વિડીયો મોકલીને સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. કારણકે ઘણી વખત આવો વજન ઉચકવાથી લોકોના મૃત્યુ પણ થાય છે. જેથી જીમ કરતી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*